કેનેડામાં ચોરને લીધે અનેક વાહનો વચ્ચે અકસ્માત, 3 ભારતીય સહિત 4નાં મોત
May 04, 2024
ઓંટારિયો : કેનેડામાં ઓંટારિયો પોલીસની એક કાર દારૂની એક દુકાનમાંથી ચોરી કરનાર ચોરને પકડવા માટે રોંગ સાઇડ ૫૨ આવી જતાં અનેક કારો ટકરાઈ હતી જેમાં કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતિ અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોનાં મોત થયા હતાં. ટોરેન્ટોથી 50 કિમી પૂર્વમાં વ્હાઇટબાયમાં હાઇવે નં. 401 પર થયેલા અકસ્માતમાં અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થવાની સાથે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
ઓન્ટારિયોના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન યુનિટ (એસઆઇયુ)એ જણાવ્યું હતું કે ક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 60 વર્ષીય પુરુષ, 55 વર્ષીય મહિલા પણ સામેલ છે જે ભારતથી આવ્યા હતાં.મૃતકોની ઓળખ મણિવન્નન અને તેમની પત્ની મહાલક્ષ્મી અને તેમના પ્રપૌત્ર તરીકે થઇ હતી. ટોરેન્ટોમાં આવેલા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ આ માહિતી આપી હતી.
એસઆઇયુએ જણાવ્યું હતું કે દંપતિનો ત્રણ મહિનાના પૌત્રનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત પછી કલાકો સુધી હાઈવે નં. 401 બંધ રહ્યો હતો.એજન્સીએ જણાવ્યું હતું કે બાળકના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતાની કારને પણ આ અકસ્માત નડ્યો હતો અને તેમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Related Articles
કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરીમાં ફાંફાં
કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરી...
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર્થન પણ ઘટ્યું...' કેનેડામાં ચૂંટણી પૂર્વે સરવેથી ટ્રુડો ટેન્શનમાં
'ન હિન્દુ ખુશ, ન તો શીખ, મુસ્લિમોનું સમર...
May 17, 2024
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર એકરમાં ફેલાઈ, હજારો લોકો બેઘર, તેલનો ભંડાર ખતરામાં
કેનેડાના જંગલમાં લાગેલી ભીષણ આગ 25 હજાર...
May 16, 2024
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીને રૂ. 82 લાખની પેનલ્ટી ફટકારી
કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપની...
May 14, 2024
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું અને ઘણા કેમેરા ગાયબ
કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું...
May 13, 2024
ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડા પોલીસે કાવતરાંખોર ગણાવ્યો
ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે વધુ એક ભ...
May 13, 2024
Trending NEWS
18 May, 2024
May 18, 2024