શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની Jolly LLB 3, આ મામલે નોંધાઈ ફરિયાદ
May 07, 2024
અક્ષય કુમાર અને અરશદ વારસીએ 'Jolly LLB 3' નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયોની સાથે તેની જાહેરાત કરી. એક રિપોર્ટ અનુસાર હુમા કુરેશી પણ આ કાસ્ટમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ આ બધી બાબતો વચ્ચે મહત્વનું એ છે કે શૂટિંગ શરૂ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. અક્ષય કુમારની જોલી એલએલબી 3 સામે ફરિયાદ નોંધાઈ છે અને શૂટિંગ રોકવાની વિનંતી કરાઈ છે.
અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી 3 સામે અજમેર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અનુસાર 'જોલી એલએલબી 3 ફિલ્મમાં ન્યાયિક ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફરિયાદ જિલ્લા બાર એસોસિએશન અધ્યક્ષ ચંદ્રભાન તરફથી દાખલ કરવામાં આવી છે. તેની પર મંગળવારે કોર્ટમાં સુનાવણી થશે. અજમેર જિલ્લા બાર એસોસિએશને સિવિલ જજ અજમેર ઉત્તરની કોર્ટમાં જોલી એલએલબી 3 નું શૂટિંગ રોકવાની અરજી કરી છે. સાથે જ બાર એસોસિએશન અધ્યક્ષે મેકર્સ, ડાયરેક્ટર અને એક્ટર્સ સામે વકીલ અને જજની મજાક ઉડાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તાએ કોર્ટને નોટિસ જારી કરવાની વિનંતી પણ કરી છે. જિલ્લા બાર એસોસિએશનના અધ્યક્ષ ચંદ્રભાન સિંહ રાઠોડે કહ્યું કે 'જોલી એલએલબીના પહેલા અને બીજા પાર્ટને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું લાગે છે કે ફિલ્મમેકર, ડાયરેક્ટર અને એક્ટર્સ દેશના બંધારણની ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાનું બિલકુલ સન્માન કરતાં નથી. અજમેરના ડીઆરએમ ઓફિસ સહિત આસપાસના ગામ અને વિસ્તારોમાં જોલી એલએલબી 3 નું શૂટિંગ ચાલી રહ્યું છે. જે હજુ ચાલશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકાર જજસહિત ન્યાયતંત્રની છબી, પ્રતિષ્ઠા, ગરિમા પ્રત્યે સહેજપણ ગંભીર નજર આવી રહ્યાં નથી.'

Related Articles
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફો માટે મને વધુ ખેંચાણ
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફ...
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચારણોથી કિયારા ટ્રોલ થઈ
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચ...
May 20, 2024
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝનેસ ચાલે છે
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝ...
May 20, 2024
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મું...
May 20, 2024
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બાદ મળ્યા
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બ...
May 18, 2024
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર અને જ્હાનવી, ફિલ્મનું ટ્રેલર રિલીઝ
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર...
May 13, 2024
Trending NEWS
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને...
20 May, 2024
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
19 May, 2024
May 20, 2024