ચાવડાના દિકરાએ તથા અન્ય નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની અરવિંદ લાડાણીની ફરિયાદ

May 10, 2024

માણાવદર- માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ સીઆર પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓની ફરિયાદ કરી છે. ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને એક પત્ર લખ્યો છે. જેમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા હાલ તો વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા. ત્યારે જવાહર ચાવડાના દિકરાએ તથા અન્ય નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 
4 મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. માણાવદર તાલુકા પંચાયતન ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી મહામંત્રી જગદીશ મારૂ, જુનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતિ અધ્યક્ષ રીનાબેન મારડીયાના સસરા, માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ પણ ખુલ્લે આમ ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ પત્રમાં કર્યો છે.