દેશમાં ભાજપને સુરતની પ્રથમ બેઠક બિનહરીફ મળી

April 22, 2024

સુરત લોકસભા બેઠક બિનહરીફ થઇ છે. જેમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સુરતમાં ઇતિહાસ સર્જાયો છે. BSPના પ્યારેલાલ ભારતી સહિત તમામે ફોર્મ પરત ખેંચ્યું છે. તેથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. દેશમાં ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતી છે. જેમાં સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે.

સુરત બેઠકને લઈ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા છે. જેમાં અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે. તેથી ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતી છે. સુરત લોકસભા બેઠકને લઈ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં હતી. બાકીના 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થઇ છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જેમાં 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે.

સત્તાવાર રીતે ચિત્ર સ્પષ્ટ થયુ છે. સુરત લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉનમાં નિલેશ કુંભાનીનું ફોર્મ રદ્દ થયા બાદ બીજેપી ઉમેદવાર બિન હરીફ થવા પર હતી. 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ એક બેઠક ભાજપને મળી ગઇ છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું.

કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.