ભારે પવન સાથે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

May 10, 2024

બનાસકાંઠા : ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 10થી 16મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 10મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. 11મી મેના રોજ અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ થઈ શકે છે. 12મી મેના રોજ મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.13મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.