લંડનની મેયરની ચૂંટણીમાં ભારતીયની એન્ટ્રી, મૂળ પાકિસ્તાની સાદિક ખાનને આપશે ટક્કર
April 22, 2024
ઈંગ્લેન્ડના લંડનમાં મેયર પદ માટે પાકિસ્તાની મૂળના સાદિક ખાન ત્રીજી વખત જીતવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડી રહ્યા છે. જો કે, આ વખતે તેમને ભારતીય મૂળના ઉમેદવારના પડકારનો સામનો કરવો પડશે. દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટીએ મેયર પદ માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. તરૂણે કહ્યું કે, લંડનના નાગરિકોને તમામ રાજકીય પક્ષોએ નાખુશ કર્યા છે. હું લંડનને અનુભવી સીઈઓની જેમ ચલાવવા માંગું છે, જેથી દરેકને ફાયદો થાય. બિઝનેસમેન અને રોકાણ નિષ્ણાત તરીકેનો મારો અનુભવ લંડન માટે મદદરૂપ સાબિત થશે. હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું. તે વિશ્વની વૈશ્વિક બેંક જેવું છે, જ્યાં સમગ્ર વિશ્વમાંથી લોકો એકઠા થાય છે. તરૂણ ગુલાટીનો મુખ્ય એજન્ડા વર્તમાન લેબર પાર્ટીના નેતા સાદિક ખાનની કેટલીક નીતિઓને સમાપ્ત કરવાની છે. સાદિક ખાનની આ નીતિઓમાં અલ્ટ્રા લો એમિશન ઝોન (ULEZ) ફી અને લો ટ્રાફિક નેબરહુડ્સ (LTN) સાથે સંકળાયેલા ઊંચા ખર્ચને દૂર કરવાનો સમાવેશ થાય છે. તરુણે કહ્યું કે, ‘અમે ULEZ, LTN જેવી ખરાબ નીતિઓ નથી ઈચ્છતા. ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને આપણે તેની અસરોને ઓછી કરવાની જરૂર છે. અમારે જે પણ ફેરફારો કરવા છે તે લોકોના અભિપ્રાયને અનુરૂપ હોવા જોઈએ.’ 63 વર્ષીય ભારતીય મૂળના તરુણ ગુલાટી બીજી મેએ યોજાનાર મેયરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ મેયર પદ માટે અન્ય 13 ઉમેદવારો સામે લડવાના છે. તેમણે છ દેશોમાં સિટીબેંક અને એચએસબીસી સાથે કામ કર્યું છે. HSBCમાં તેઓ ઇન્ટરનેશનલ મેનેજર (IM) હતા.
Related Articles
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની હત્યા, અનેક ઘવાયા
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષ...
લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અનેક લોકો ઘાયલ થયા
લંડનમાં એક વ્યક્તિનો તલવાર સાથે આતંક: અન...
Apr 30, 2024
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડો ઈમારતો નષ્ટ
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં...
Apr 30, 2024
શેરી સાંસદોએ પક્ષપલટો કરતાં ઋષિ સુનકે પહેલી જુલાઈમાં સંસદીય ચૂંટણી યોજવા સંકેત આપ્યો
શેરી સાંસદોએ પક્ષપલટો કરતાં ઋષિ સુનકે પહ...
Apr 30, 2024
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : અમેરિકામાં વિરોધ ચાલુ યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇની ધ્વજો ફરકાવાયા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : અમેરિકામાં વિરોધ ચા...
Apr 30, 2024
'કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થઈ શકે...' બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીની કબૂલાતથી હડકંપ
'કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થઈ શકે...'...
Apr 30, 2024
Trending NEWS
સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત
01 May, 2024
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની...
01 May, 2024
વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? સંકલન સમિત...
30 April, 2024
ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે, હીટવેવની...
30 April, 2024
May 01, 2024