'અમારા બોમ્બ-હથિયારોથી નિર્દોષો માર્યા ગયા..' અમેરિકાએ સ્વીકાર્યું

May 10, 2024

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં 2023ના ઓક્ટોબરમાં યુદ્ધ શરુ થયું હતું. જેમાં અત્યાર સુધીમાં ભારે ખુંવારી થઈ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે અમેરિકન પ્રમુખ જો બાયડને સ્વીકાર્યું છે કે 'અમેરિકા દ્વારા ઈઝરાયલને આપવામાં આવેલા બોમ્બ-હથિયારોના કારણે ગાઝામાં નિર્દોષ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટી પર છેલ્લા સાત મહિના જેટલા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અનેક નિર્દોષ નાગરિક આ યુદ્ધનો શિકાર બન્યા છે. ત્યારે અમેરિકન પ્રમુખ જો બાયડનનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન પ્રમુખએ સ્વીકાર્યું છે કે 'ગાઝામાં નિર્દોષ નાગરિકોની હત્યા કરનારા ભારે બોમ્બ-હથિયારો ઈઝરાયલને અમેરિકા તરફથી મળ્યા હતા. આ જ કારણ છે કે અમે હવે ઈઝરાયલને શસ્ત્રો પૂરા પાડવાં માંગતા નથી. જોકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એમ પણ કહ્યું હતું કે 'અમે ઈઝરાયલની સુરક્ષા માટે તૈયાર છીએ. અને આ માટે ઈઝરાયલને આર્યન ડોમ રૉકેટ ઈન્ટરસેપ્ટર આપીશું. આ ઉપરાંત અન્ય હથિયારો પણ પ્રદાન કરીશું. પરંતુ જો તે રાફા પર હુમલો કરશે તો અમે તેને ફરીથી હથિયાર નહીં આપીએ.'