ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી
October 02, 2024

સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અને હવે તો વિવિધ પાર્ટીઓ બોલાવીને માના ગરબા રમવામાં આવે છે. ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે.
હકીકતમાં આજે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ ઈરાન- ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ફરી ના ફરી શકતા આજનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે આગામી 14 ઓક્ટોમ્બરના રોજ યોજાશે તેવી ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.
સોશિયલ મીડિયા પર આ અંગે ફાલ્ગુની પાઠકે કહ્યું કે, "કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી નવરાત્રીની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઈવ આવી છું. કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા. પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે."
તેમણે વધુમાં કહ્યું કે, "એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઓક્ટોમ્બરે કાર્યક્રમ મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રીમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એજ રહેશે."
Related Articles
મુંબઈ આવતા ડ્રીમલાઈનર વિમાનમાં ખામી સર્જાતા 300 મુસાફરોના જીવ પડીકે બંધાયા, 7 બીમાર
મુંબઈ આવતા ડ્રીમલાઈનર વિમાનમાં ખામી સર્જ...
Jun 28, 2025
મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર અચાનક બંધ પડી !
મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર...
Jun 28, 2025
પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશનમાં નહીં લાગે સમય
પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાન...
Jun 28, 2025
'અમારી મિસાઈલોથી ડરી 'ડેડી' પાસે દોડ્યું ઈઝરાયલ...' ઈરાનનો કટાક્ષ, ટ્રમ્પને પણ ધમકાવ્યા
'અમારી મિસાઈલોથી ડરી 'ડેડી' પાસે દોડ્યું...
Jun 28, 2025
ઉત્તરાખંડમાં વરસાદને કારણે રસ્તા પર પથરાયો કાટમાળ, બદ્રીનાથ નેશનલ હાઈ-વે બંધ કરાયો
ઉત્તરાખંડમાં વરસાદને કારણે રસ્તા પર પથરા...
Jun 28, 2025
કલક્તામાં ફરી એક વખત ગેંગરેપ : હેવાનિયતની હદ પાર, પીડિતાના મેડિકલ રિપોર્ટમાં થયા ખુલાસાઓ
કલક્તામાં ફરી એક વખત ગેંગરેપ : હેવાનિયતન...
Jun 28, 2025
Trending NEWS

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025
28 June, 2025
28 June, 2025
28 June, 2025

28 June, 2025