પન્નુન કેસમાં વિશ્વસનીય પુરાવાનો અભાવ, છતાં અમેરિકા ભારતનું અપમાન કરે છે : રશિયા

May 10, 2024

- રશિયાનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ પશ્ચિમ ઉપર નવ સંસ્થાનવાદનો ગંભીર આક્ષેપ મૂક્યો


મોસ્કો : ત્રાસવાદી તરીકે ભારતે જેને જાહેર કરી દીધો છે તેમા અલગતાવાદી ખાલીસ્તાનવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના નિષ્ફળ પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોને રદિયો આપતાં, રશિયાએ પૂછ્યું હતું કે જો એમ જ હોય, તો અમેરિકા ભારત વિરૂદ્ધ વિશ્વસનીય પુરાવા શા માટે આપતું નથી ? કે આપી શક્તું નથી ? તેનું કારણ તે છે કે તેઓ વિશ્વસનીય પુરાવાનો જ અભાવ છે. આ સાથે રશિયાએ ભારતનું તે આક્ષેપો દ્વારા અપમાન કરવાનો પણ આક્ષેપ મુક્યો હતો.


રશિયાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ આ સાથે, અમેરિકા અને પશ્ચિમના દેશો ઉપર નવ સંસ્થાનવાદનું માનસ ધરાવવાનો પણ ગંભીર આક્ષેપ મુક્યો હતો, ચીને કહ્યું હતું કે ભારત ઉપર મુકાયેલા તે આક્ષેપો તદ્દન આધારીત છે. પત્રકારોએ જ્યારે મારિયા ઝાખારોવાને વોશિંગ્ટન પોસ્ટના તે અહેવાલ વિષે પૂછ્યું કે જેમાં જી.એસ.પન્નુનની હત્યાના પ્રયાસમાં ભારતીય નાગરિકની સંડોવણી વિષે તમારે શું કહેવાનું છે ત્યારે તેઓએ કહ્યું 'અમોને જે માહિતી મળી છે તે મુજબ વોશિંગ્ટને હજી સુધી કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી કે જે દ્વારા જી.એસ.પન્નુનની હત્યામાં કોઈ ભારતીય નાગરિક સંડોવાયેલો હોય. માટે પુરાવાના અભાવ છતાં તે વિષે મંતવ્ય બાંધી લેવું તે અસ્વીકાર્ય છે.'