બિન હરીફ સુરત બેઠક બાદ નવસારી લોકસભામાં આવતા સુરતના શહેરી વિસ્તારોમાં વહેલી સવારે મતદાન માટે ઘસારો
May 07, 2024
સુરત શહેર વિસ્તારમાં આવતા નવસારી લોકસભા મત વિસ્તારના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારે મતદાન મથક પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે કેટલીક જગ્યાએ મતદારો ઉદાસીન જોવા મળ્યા હતા. શહેરના પાલનપુર વિસ્તારમાં અનેક મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાઈન જોવા મળી હતી.
સુરતના 84 વિધાનસભા વિસ્તારમાં આવતા એવા સંપૂર્ણ રહેણાંક વિસ્તાર એવા પાલનપુરમાં સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો પહોંચી ગયા હતા. પાલનપુરની સરકારી પ્રાથમિક શાળામાં વહેલી સવારે મતદારોની લાઇન જોવા મળી હતી. મતદારો મતદાન કરીને પોતાના નોકરી ધંધે પહોંચી ગયા હતા. આ મતદાર મથક પર સવારે જ કેટલાક રૂમમાં મતદાન પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદ થતા રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી દીધી હતી.
પાલનપુર વિસ્તારમાં મતદારોની મોટી લાઈન જોવા મળી હતી જ્યારે પાલના કેટલાક મતદાન મથક પર સવારે મતદારો ઓછી સંખ્યામાં પહોંચ્યા હતા.
Related Articles
મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર
મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્...
અબ કી બાર 46 કે પાર? ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે
અબ કી બાર 46 કે પાર? ગુજરાતમાં ગરમીનું ર...
May 18, 2024
નર્મદા બાદ મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીર ડૂબ્યા
નર્મદા બાદ મચ્છુ નદીમાં એક યુવક અને બે સ...
May 15, 2024
સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને બચાવાયો, સાત લોકોની શોધખોળ ચાલુ
સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને...
May 14, 2024
ગુજરાત- પરિણામ પહેલા પક્ષમાંથી વિભિષણોને શોધવા ભાજપની કવાયત
ગુજરાત- પરિણામ પહેલા પક્ષમાંથી વિભિષણોને...
May 13, 2024
ત્રણ વર્ષથી ગુજરાત પોલીસને આધુનિકરણ માટે ઠેંગો બતાવી રહી છે કેન્દ્ર સરકાર
ત્રણ વર્ષથી ગુજરાત પોલીસને આધુનિકરણ માટે...
May 13, 2024
Trending NEWS
18 May, 2024
May 19, 2024