LPG ગૅસ સિલિન્ડરમાં રૂપિયા 19નો ઘટાડો

May 01, 2024

મે મહિનાની શરૂઆત રાહતપૂર્ણ ખબર સામે થઈ છે. અને આ રાહત મોંઘવારીના મોરચા પર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડયા છે. જો કે આ વખતે 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવ ઘટાડયા છે. દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આ દરમ્યાન દિલ્હીથી લઈ મુંબઈ સુધી સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આઈઓસીએલની વેબસાઈટ પર સિલિન્ડરના નવા ભાવને અપડેટ કરાયા છે. જે આજથી આ નવા ભાવ લાગુ થશે.

ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 1 મેથી રાજધાની દિલ્હીમાં 9 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયા (દિલ્હી એલપીજી પ્રાઈસ)નો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની કિંમત 1764.50 રૂપિયાથી ઘટીને 1745.50 રૂપિયા થઈ ગઈ છે. છે. એ જ રીતે મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1717.50 રૂપિયાથી ઘટીને 1698.50 રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નાઈમાં પણ આ સિલિન્ડર 19 રૂપિયા સસ્તું થયું છે અને તેની કિંમત 1930 રૂપિયાથી ઘટીને 1911 રૂપિયા થઈ ગઈ છે. જોકે, કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં એક રૂપિયો વધુ એટલે કે 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી આ સિલિન્ડર જે 1879 રૂપિયામાં વેચાતો હતો તે હવે અહીં 1859 રૂપિયા થઈ ગયો છે.