સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, આખરે પાંચમો આરોપી પણ ઝડપાયો
May 07, 2024
મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી પાંચમા આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની નામ મોહમ્મદ ચૌધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચૌધરી અન્ય બે આરોપીઓને મદદ કરતો હતો. તેમજ શૂટર્સ સાગર અને વિકીને પૈસા પણ આપ્યા હતા અને રેકીમાં પણ મદદ કરી હતી. આ આરોપીને આજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપી અમુજ થાપને પોલીસ કસ્ટડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં થાપનના પરિવારે મુંબઈ હાઈકોર્ટ પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે થાપને લોકઅપમાં આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધી આ કેસમાં થાપન, સોનુ બિશ્નોઈ, સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ પાંચમી ધરપકડ છે.
મળતી માહિતી મુજબ, અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. મુંબઇ બ્રાન્ચનો દાવો છે કે, આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા.
14 એપ્રિલના રવિવારે સવારે સમાચાર આવ્યા હતા કે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને સલમાનના ઘરની બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ પછી બંને આરોપીઓએ ત્રણ વાર કપડાં બદલ્યા જેથી તેઓ ઓળખી ન શકે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તેમની પાસે 40 ગોળીઓ હતી.
Related Articles
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફો માટે મને વધુ ખેંચાણ
રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફ...
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચારણોથી કિયારા ટ્રોલ થઈ
કાન ફેસ્ટિવલમાં કૃત્રિમ ઢબે અમેરિકી ઉચ્ચ...
May 20, 2024
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝનેસ ચાલે છે
તાપસી પન્નુનો વેડિંગ પ્લાનિંગનો સાઈડ બિઝ...
May 20, 2024
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ
અક્ષય કુમારે પ્રથમવાર કર્યું વોટિંગ, મું...
May 20, 2024
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બાદ મળ્યા
તારક મહેતા ફેમ 'રોશન સિંહ સોઢી'25 દિવસ બ...
May 18, 2024
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર અને જ્હાનવી, ફિલ્મનું ટ્રેલર રિલીઝ
'મિસ્ટર એન્ડ મિસિસ માહી' બન્યા રાજકુમાર...
May 13, 2024
Trending NEWS
20 May, 2024
19 May, 2024
May 20, 2024