કેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ દેખાશે, પછી 20 વર્ષ સુધી આવું દૃશ્ય નહીં દેખાય
March 31, 2024
- હવે પછીનું આવું ખગ્રાસ સૂર્યગ્રહણ 2044માં થશે
- ઓન્ટોરિયા રાજ્યમાં 'નાયગ્રા' નામક શહેરમાં સૌથી લાંબો સમય આ સૂર્યગ્રહણ દેખાશે : ૧૯૭૯ પછી ઓન્ટોરિયોમાં આવું પહેલું સૂર્યગ્રહણ દેખાવાનું છે
ઓટાવા : કેનેડાનાં ઓન્ટોરિયો રાજ્યના નાયગ્રા વિસ્તારમાં નાયગ્રા ફોલ પાસેના નાયગ્રા શહેરમાં જ ૧૦ લાખથી વધુ લોકો તા. ૮ એપ્રિલે થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા એકઠા થવાના છે અને તે માટે શહેરના મેયર જિમ ડીયોડાટીએ અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી દીધી છે. આ પૂર્વે ૧૯૭૯માં આવું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. બીજી તરફથી 'નેશનલ જ્યોગ્રોફિક' એના દ્વારા આ સૂર્યગ્રહણનો વીડીયો ઉતારી તે વર્લ્ડ વાઈડ વેબ ઉપર પ્રસારિત કરવા નિર્ણય કર્યો છે. આ સૂર્યગ્રહણ જોવા લાખ્ખો લોકો કેનેડા અને યુએસમાંથી તો આવશે જ તે ઉપરાંત દુનિયાભરમાંથી પણ લાખ્ખો આવવાના છે તેમ કહેતા મેયર જિન ડીયોડાટોએ પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે સર્વવિદિત છે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે ગ્રહણ થાય છે. પરંતુ દર વખતે કંઈ સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ થતું નથી. સૂર્યનો થોડો ભાગ જ ઢંકાય છે તો તેને 'ખંડગ્રાસ' સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. બીજી તરફ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે તે દર વખતે 'ખગ્રાસ' (સંપૂર્ણ ઢંકાતું) હોતું નથી. કોઈ વાર ચંદ્રનો થોડો ભાગ જ પૃથ્વીની છાયામાં આવે છે તો તેને 'ખંડગ્રાસ' ચંદ્રગ્રહણ કહેવાય છે.
Related Articles
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સપ્તાહમાં ૨૪ કલાક જ કામ કરી શકશે
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સપ્ત...
ટ્રુડોના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબાદની નારેબાજી
ટ્રુડોના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબા...
Apr 29, 2024
કેનેડામાં મૂળ અમદાવાદના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર અનાજ ચોરીના ખોટા આરોપ
કેનેડામાં મૂળ અમદાવાદના અભ્યાસ કરતા વિદ્...
Apr 27, 2024
કેનેડાની 25 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ ભારતીય મૂળનો 'ભાગેડું'
કેનેડાની 25 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામે...
Apr 25, 2024
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે, ટ્રુડો સરકારની બજેટમાં જાહેરાત
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે...
Apr 18, 2024
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મ...
Apr 15, 2024
Trending NEWS
01 May, 2024
01 May, 2024
30 April, 2024
30 April, 2024
May 01, 2024