ઈઝરાયલના હુમલા બાદ મૃતક મહિલાની પ્રસૂતિ, તબીબોએ બાળકીને બચાવી

April 22, 2024

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ ઓછો થઈ રહ્યો નથી. રવિવારે રાત્રે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં 22 લોકોના મોત થયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ જીવ ગયો હતો. જો કે, ડોકટરોએ બાળકીને તેના ગર્ભમાં બચાવી લીધી હતી. ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં માર્યા ગયેલી મહિલાની ડોકટરોએ સર્જરી કરી હતી, ત્યારબાદ બાળકીને જન્મ આપ્યો હતો. હાલમાં બાળકીને હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા લોકોમાંથી 13 એક જ પરિવારના છે. બોમ્બ વિસ્ફોટમાં માત્ર બે ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી એક ગર્ભવતી મહિલા હતી, તેણે પણ જીવ ગુમાવ્યો હતો.

ડૉક્ટરોએ જણાવ્યું કે બાળકીએ ઓપરેશન દ્વારા જન્મ આપ્યો છે, તેનું વજન 1.4 કિલો છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બાળકીની માતાની ઓળખ સબરીન અલ સકાની તરીકે થઈ છે, તે 30 અઠવાડિયાની ગર્ભવતી હતી. હુમલા બાદ બચાવકર્મીઓએ મહિલાના ગર્ભમાં રહેલું બાળક જીવિત હોવાની જાણ થતાં જ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ બાળકીએ જન્મ આપ્યો હતો.