ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
July 08, 2026
અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી કે શેરબજારમાં આજે ધીમા કડાકાની શરૂઆત મોટા કડાકામાં ફેરવાઈ ગઇ. રોકાણકારોએ રાતા આસુએ રડવાનો વારો આવ્યો હશે.
વહેલી સવારે સેન્સેક્સમાં જે 600 અને નિફ્ટીમાં 190 પોઇન્ટનો કડાકો હતો તે અચાનક જ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની એવી જાહેરાત કરી કે હવે ઇરાન સાથે કોઈ ડીલ નથી કરવી, તે લોકો ગાંડા થઈ ગયા છે. આ જાહેરાત સાથે જ સેન્સેક્સમાં અચાનક જ 1800થી વધુ તો નિફ્ટીમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો.
સેન્સેક્સમાં મંગળવારનું ક્લૉઝિંગ 78,180.72 પોઈન્ટ રહ્યું હતું જે આજે ગગડીને સીધું 76,382.25 પર આવી ગયું હતું. એટલે કે સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 24,398.70 પર બંધ થયો હતો તે આજે 24,259.55 પર ખુલ્યા બાદ સીધો 23,844.50 ની સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટીમાં આજે કુલ 550 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. તેના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગ્યા અને બંને દેશોની સેનાએ એકબીજાને નિશાન બનાવતા દુનિયાના ધબકારાં વધારી દીધા હતા. જેના લીધે દુનિયાભરના શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ વ્યાપી ગયો.
સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 78,180.72 પર બંધ થયું હતું તે આજે સીધું 77,816.45 પોઈન્ટ પર ખુલ્યું હતું અને તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 77,555.52 ની નીચલી સપાટીએ પહોંચી ગયું હતું. આજે સેન્સેક્સમાં કુલ 625 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઈકાલે 24,398.70 પર બંધ થયો હતો તે આજે 24,259.55 પર ખુલ્યો હતો. પછી તેમાં કડાકાનો દોર યથાવત્ રહેતા 24,207.20 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. એટલે કે નિફ્ટીમાં કુલ 191 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.
ચાંદી જે ગઈકાલે 230827 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી તે આજે 228925 ના લેવલે પહોંચી ગઇ હતી. વાયદા બજારમાં ચાંદીમાં આજે કુલ 1932 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો જે સોનુ ગઇકાલે 145932 ના લેવલે ક્લૉઝ થયુ હતું તે આજે 144750 રૂપિયાના લેવલે પહોંચી ગયું હતું. એટલે કે સોનું 1182 રૂપિયા તૂટ્યું હતું.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી...
Jun 15, 2026
Trending NEWS
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026