IPL 2024: આજે ઈન ફોર્મ ટીમો વચ્ચે થશે ટક્કર, રાજસ્થાન અને કોલકાતા વચ્ચે સાંજે 7.30થી મુકાબલો
April 16, 2024
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આજની આઈપીએલની મેચ રોમાંચક બની રહેશે. કેમ કે, બંને ટીમ ફોર્મમાં છે. રાજસ્થાન 6 મેચ, 5 જીત અને 1 હાર સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. કોલકાતા 5 મેચ, 4 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. આ મેચ કોલકાતા તરફથી સુનિલ નારાયણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. કેમ કે તે ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ તો કરે જ છે પણ સ્પિનર તરીકેની પણ ઉમદા જવાબદારી નિભાવે છે.
વર્ષોથી તે કોલકાતા તરફથી ઓલરાઉન્ડ વિજયી ભૂમિકા ભજવે છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા આઈપીએલમાં ચેમ્પિયન બન્યું તેમાં તેનું યોગદાન હતું. હવે ગંભીર ટીમનો મેન્ટોર છે પણ તે ખેલાડી તરીકે યોગદાન આપે છે. હૈદરાબાદ સામે તેણે 19 રન અને લખનઉ સામે 4 ઓવરમાં 17 રન આપ્યા હતા. કોલકાતા માટે બીજું જમા પાસું સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદાયેલ ફાસ્ટ બોલર સ્ટાર્કે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ ઝડપી આ સિઝનમાં પહેલી વખત ફોર્મ મેળવ્યું તે છે. કોલકાતા ફરી એક વખત ઓપનર ફીલ સોલ્ટની આક્રમક બેટિંગથી સંગીન પાયો નાખવાની ઈચ્છા ધરાવશે. કેપ્ટન શ્રેયસ ઐય્યરનું ફોર્મ હજુ સાતત્ય વગરનું છે તેણે લખનઉ સામે અણનમ 38 રન કર્યા હતા.
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન રિયાન પરાગ અને હેટમાયર કોઈપણ બોલિંગને દિશાહીન બનાવી ફટકારી શકે છે. બટલરનું રમવું ઈજાને લીધે હજુ અનિશ્ચિત છે. પણ જો તે ફીટ થશે તે કોલકાતાને પડકારને સામનો કરવો પડશે. જયસ્વાલ હવે વધુ ને વધુ મોટી ઈનિંગ રમે તેવી આશા રખાય છે. કોલકાતા કરતા રાજસ્થાનની બોલિંગ લાઈન અપ સ્પષ્ટ જોઈ શકાય તેવી ચઢિયાતી અને સમતોલ છે તેઓ પાસે બોલ્ટ, અવેશખાન, ચહલ, મહારાજ છે ફીટ પણ થઈ ગયો હશે તો અશ્વિન પણ રમશે. કોલકાતામાં સ્ટાર્ક ઉપરાંત વરૂણ ચક્રવર્તી, રહેમાન, રસેલ મુખ્ય બોલર છે. મેચ સાંજે 7.30થી રમાશે.

Related Articles
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત જ કેપ્ટન
T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, ર...
ગિલ અને રિંકુનું કપાયું પત્તું, મયંક યાદવની એન્ટ્રી...: બ્રાયન લારાએ પસંદ કરી ટી20 વર્લ્ડકપ માટેની ખાસ ટીમ
ગિલ અને રિંકુનું કપાયું પત્તું, મયંક યાદ...
Apr 30, 2024
IPLમાં તોફાન મચાવનાર ટીમનો CSK સામે શરમજનક પરાજય, કેપ્ટને કહ્યું - અમે આ કારણે હાર્યા
IPLમાં તોફાન મચાવનાર ટીમનો CSK સામે શરમજ...
Apr 29, 2024
આજે દિલ્હી અને કેકેઆર વચ્ચે ક્વૉલિફાયર સુધી પહોંચવા જામશે જંગ, બંને માટે બોલરો નિર્ણાયક
આજે દિલ્હી અને કેકેઆર વચ્ચે ક્વૉલિફાયર સ...
Apr 29, 2024
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ...,...
Apr 27, 2024
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની તોફાની બેટિંગ વચ્ચે લખનઉનો આ ફેન વાયરલ
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની...
Apr 24, 2024
Trending NEWS
સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત
01 May, 2024
પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની...
01 May, 2024
વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? સંકલન સમિત...
30 April, 2024
ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે, હીટવેવની...
30 April, 2024
Apr 30, 2024