42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
April 27, 2024
ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં એવું થયું હતું કે જે T20 ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી નથી થયું. કાલની મેચમાં પંજાબે અત્યાર સુધીનો મોટો રન ચેઝ કર્યો હતો. મેચમાં જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી, જેના કારણે પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ રનચેઝનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે આઠ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો અને તેને 8 વિકેટે હરાવ્યો હતો. બેરસ્ટોના 9 છગ્ગા અને 8ચોગ્ગા સાથે 48 બોલમાં અણનમ 108 રન તેમજ શશાંક સિંધના 28 બોલમાં 68* અને પ્રભસિમરનના 20 બોલમાં 54ની મદદથી પંજાબ કિંગ્સ T20 ના ઈતિહાસનો સર્વોચ્ચ રનચેઝનો રેકોર્ડ સર્જતાં કોલકાતાને 8 બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હરાવ્યું હતુ. જીતવા માટેના 282 ના ટાર્ગેટને પંજાબે 18.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. કોલકાતાની ઈનિંગમાં 18 અને પંજાબની ઈનિંગમાં કુલ 24 છગ્ગા નોંધાયા હતા. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કુલ 42 છગ્ગા નોંધાતા વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. જીતવા માટેના 262ના વિરાટ પડકારનો પીછો કરવા ઉતરેલા પંજાબ તરફથી પ્રભસિમરન અને બેરસ્ટોએ 36 બોલમાં 96 રનની ભાગીદારી કરી હતી. બેરસ્ટોએ રોસોયુ સાથે 39 બોલમાં 85, અને શશાંક સિંઘ સાથે 37 બોલમાં અણનમ 84 ૨ન જોડતાં પંજાબને સીમાચિહ્નરૂપ વિજય અપાવ્યો હતો. શશાંકે આઠ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 28 બોલમાં 68 રન અણનમ રહીને ફટકાર્યા હતા. અગાઉ ગયા વર્ષે 26 માર્ચે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 259/4નો સ્કોર કરીને T20 રનનો સૌથી મોટો રનચેઝ કર્યો હતો. IPLમાં, રાજસ્થાન રોયલ્સે 16 એપ્રિલ 2024ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામે 224 રનચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે રાજસ્થાને તેની 4 વર્ષ જૂની મેચમાં ચેઝની બરાબરી કરી લીધી હતી.
Related Articles
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4...
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈ...
May 08, 2024
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS...
May 07, 2024
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડ...
May 06, 2024
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું, રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરા...
May 06, 2024
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થઈ જાહેર, આંદ્રે રસલ સહિત આ ખેલાડીઓને મળ્યો મોકો
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થ...
May 04, 2024
Trending NEWS
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
08 May, 2024
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ...
08 May, 2024
May 08, 2024