ઈરાકનો શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો, 50ના મોત, અનેક ઘાયલ
July 17, 2025

ઈરાકના અલ-કુટ શહેરમાં આવેલા હાયપર માર્કેટમાં આજે ગુરૂવારના રોજ ભયાનક આગ ફાટી નીકળતાં અંદાજે 50 લોકોના મોત થયા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાયપર માર્કેટ સવારે ખૂલ્યાની થોડી ક્ષણોમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયુ હતું. તેના વાઈરલ વીડિયોમાં બિલ્ડિંગનો મોટો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે. ચારેકોર હવામાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતાં.
શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અંદાજે 50 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. મોતનો આંકડો વધવાની ભીતિ છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પ્રાંતના ગવર્નર મોહમ્મદ-અલ-મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. તેમજ બિલ્ડિંગ અને મોલના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
Related Articles
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરના એન્ટ્રી ગેઈટ ઉપર જ હુમલો
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરન...
Jul 16, 2025
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નોન વેજ મિલ્ક' શું છે ? ભારત કહે છે ‘નો એન્ટ્રી'
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નો...
Jul 16, 2025
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પની યુક્રેનને ઓફર
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે...
Jul 16, 2025
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું - રશિયા સાથે વેપાર મોંઘો પડશે...
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્...
Jul 16, 2025
પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ્યો નવો રાજકીય પક્ષ, જાણો શું છે ઈરાદો
પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ...
Jul 16, 2025
પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા
પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025