શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ

September 30, 2026

વૈદિક જ્યોતિષમાં દૈત્ય ગુરુ શુક્ર ગ્રહને ધન, વૈભવ, પ્રેમ, સૌંદર્ય, પાર્ટનરશિપ અને ભૌતિક સુખ-સુવિધાઓના કારક માનવામાં આવ્યા છે. દ્રિક પંચાંગ પ્રમાણે 3 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12: 45 વાગ્યે શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલામાં વક્રી થવાનું શરૂ કરશે. શુક્ર લગભગ 42 દિવસ સુધી (14 નવેમ્બર 2026 સુધી) આ જ અવસ્થામાં રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ શુભ ગ્રહ વક્રી થાય છે, ત્યારે તેની અસર ખૂબ જ તીવ્ર થઈ જાય છે. શુક્રના વક્રી થવાથી વ્યક્તિના પ્રેમ સંબંધો, બજેટ, સુખ-સુવિધાઓ અને બિઝનેસ ડીલ પર સીધી અસર પડે છે. આમ તો આ ફેરફારની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ 4 રાશિઓ એવી છે જેણે આ 42 દિવસના સમયગાળા દરમિયાન ખૂબ જ એલર્ટ રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી શુક્રની વક્રી ચાલથી કઈ રાશિઓએ એલર્ટ રહેવાની જરૂર છે.

સિંહ રાશિ

શુક્રની વક્રી ચાલ દરમિયાન તમારા ભાઈ-બહેનો કે સહકર્મીઓ સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. વિચાર્યા વગર કોઈપણ પ્રકારનો બિનજરૂરી ખર્ચ કે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો. કાર્યક્ષેત્રમાં પોતાની ભાષા પર સંયમ રાખો, કારણ કે તમારી વાતો અન્ય લોકોને ખટકી શકે છે.

વૃશ્ચિક રાશિ

શુક્ર તમારા દ્વાદશ (12મા) ભાવને પ્રભાવિત કરશે, જેનાથી અચાનક મોટા ખર્ચ સામે આવી શકે છે. કોઈને પણ મોટું દેવું કે ઉધાર આપવાથી બચો, નહિતર પૈસા અટવાઈ શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો અને કાનૂની કે અદાલતી બાબતોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

મકર રાશી

તમારા દશમ ભાવ પર વક્રી પ્રભાવના કારણે નોકરી અને બિઝનેસમાં કામનું દબાણ અચાનક વધી શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ કે ક્લાયન્ટ્સ સાથે વાદ-વિવાદથી દૂર રહો. કોઈપણ નવા પ્રોજેક્ટની શરૂઆતમાં દસ્તાવેજો (Documents)ને સરખી રીતે ચેક કરીને જ આગળ વધો.

મીન રાશી

આઠમા ભાવમાં શુક્રનું વક્રી થવું વૈવાહિક જીવન અને પાર્ટનરશિપના કામમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે પારદર્શિતા જાળવી રાખો. જૂની દબાયેલી વાતો ફરીથી મતભેદનું કારણ બની શકે છે, તેથી ધીરજથી કામ લો.