રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂબાડી જ દીધી હતી! કેપ્ટન અય્યરે નામ લીધા વિના સાધ્યું નિશાન

April 22, 2024

કોલકાતાએ બેંગ્લોરને રોમાંચકતા બાદ છેલ્લા બોલમાં એક રનથી પરાજય આપ્યો હતો. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક રનની મેળેલી જીત જેવી રોમાંચક મેચો શાંત રહેવું મુશ્કેલ હોય છે પરંતુ ટીમની જીતથી તેને રાહત મળી છે. KKRએ છ વિકેટે 222 રન બનાવ્યા હતા જેના જવાબમાં RCB મેચના છેલ્લા બોલ પર 221 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. 24 કરોડના બોલર મિચેલ સ્ટાર્ક કોલકાતાની નાવ લગભગ ડૂબાડી જ દીધી હતી. સ્ટાર્કે 3 ઓવરમાં 55 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ ઝડપી હતી. શ્રેયસે મેચ બાદ કહ્યું કે, આટલી બધી લાગણીઓ વચ્ચે તમે સંપૂર્ણપણે થાકી જાઓ છો. શાંત રહેવું મુશ્કેલ હોય છે પણ હું ખુશ છું. અમને બે પોઈન્ટ મળ્યા છે અને તે જ મહત્વનું છે. તેણે કહ્યું કે, દબાણનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હોય છે. હું માનું છું કે દરેક વ્યક્તિએ જવાબદારી લેવાની હોય છે. આન્દ્રે રસેલે 20 બોલમાં 27 રન ફટકારીને ત્રણ વિકેટ પણ ઝડપી હતી.
શ્રેયસે કહ્યું કે, રસેલે આખી મેચ પલટી નાખી અને મેચ અમારી તરફેણમાં આવી ગઈ હતી. ટીમમાં આ પ્રકારનું વલણ જરૂરી છે. છેલ્લી ઓવરમાં કર્ણ શર્માએ મિચેલ સ્ટાર્કના બોલ પર ત્રણ સિક્સર ફટકારીને RCBને લગભગ જીત અપાવી દીધી હતી પરંતુ શ્રેયસે સ્ટાર્કનો બચાવ કર્યો. તેણે કહ્યું કે, આ એક મજેદાર ખેલ છે. જો છ બોલમાં 18 રનની જરૂર હોય તો બોલર પર દબાણ રહે છે. એક સિક્સથી આખી મેચની તસવીર મબલાઈ જાય છે. એ મહત્વનું હતું કે અમે શાંત રહીએ અને બેટ્સમેનને ભૂલ કરવા માટે મજબૂર કરીએ. RCB સામેની મેચમાં KKR માટે મિચેલ સ્ટાર્ક છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. કર્ણ શર્માએ છેલ્લી ઓવરમાં તેની સામે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. KKR લગભગ મેચ હારી ગયું હતું પરંતુ નસીબ સ્ટાર્ક સાથે હતું. સ્ટાર્કે મેચમાં KKR માટે માત્ર ત્રણ ઓવર ફેંકી હતી જેમાં તેણે 55 રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ ઝડપી હતી.