માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણા ઊંચા અને 1 અબજ વર્ષ જૂના પર્વતની શોધ
January 28, 2025
8 હજાર મીટર ઉંચાઇ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઉંચુ શિખર છે. હિમાલય પર્વત પરના આ શિખર પર પહોંચવુ એ ગૌરવની બાબત છે. અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી ચુકયા છે. આધુનિક સુવિધાઓ વચ્ચે પણ એવરેસ્ટ સર કરવું મુશ્કેલ જણાય છે. 1954માં હિલેરી અને તેનઝીંગે પ્રથમ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ સર્જયો હતો.જો કે નવાઇની વાત તો એ છે કે પૃથ્વી પાસે માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણું ઉંચું શિખર પણ છે. નેચર જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણો પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સરહદ પર છે. આ પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની હદ નજીક છે. માઉન્ટ એવરેસ્ટ કરતા વધારે ઉંચું પીક પૃથ્વીની સપાટીની બહાર નહી પરંતુ અંદર છે. ઘાટા પહાડોની વચ્ચે કેટલીક પીક 1000 કિમી સુધીની છે જયારે માઉન્ટ એવરેસ્ટ માત્ર ૮.૮ કિમી લંબાઇ જ ધરાવે છે. સંશોધકોનું માનવું છે કે આ પર્વતો 1 અબજ વર્ષ કરતા પણ જુના છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પર્વતોની રચના એક રહસ્યમય છે. તે કેમ અને કેવી રીતે બન્યા છે તે સમજી શકાતું નથી. બે વિશાળ સંરચના પૃથ્વીની કોર અને મેટલની વચ્ચેની બોર્ડર પર છે. આનો પીન પોઇન્ટ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સપાટી નીચે ક્રસ્ટની નીચે અર્ધ કઠણ વિસ્તાર છે. ભૂકંપ કે પૃથ્વીની અંદર થતી હિલચાલના પગલે ટેકટોનિક પ્લેટ તેનું સ્થાન બદલતી રહે છે. આ પ્લેટ પૃથ્વીની સપાટીથી ૩ હજાર કિમી ઉંડાઇ સુધી જઇ શકે છે. આવી પરિસ્થિતિમાં 1000 કિમીની લંબાઇ ધરાવતી સંરચના મળવી અશકય નથી. વૈજ્ઞાાનિકો દાયકાઓથી પૃથ્વીના આવરણની અંદર છુપાએલી વિશાળ સંરચનાઓને શોધવાનો પ્રયાસ કરી રહયા છે. તેના માટે એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જતા ધ્વનીને માધ્યમ બનાવી રહયા છે. આના આધારે પૃથ્વીની નીચે શું છે તે જાણી શકાય છે.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026