દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
October 09, 2026
દિલ્હી ƒ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને લઈને દિલ્લીમાં ઘણી ટ્રેનો રદ કરવામાં આવતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે 10 તારીખના CJPના આંદોલનને લઈને કહ્યુ છે કે, કોઈ કેટલી ટ્રેનો રોકી લેશે, કેટલી કનેક્ટિવિટી રોકી લેશે? પરંતુ ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે. સોનીપતમાં મીડિયાના સવાલો પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, 'આ ભારતના યુવાનો છે, તેમને કોઈ રોકી શકે નહીં પ્રભુ. જે લોકો આવા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે, તેમને હું પૂછું છું કે કોઈ કેટલી ટ્રેનો રોકી શકે છે? કેટલી કનેક્ટિવિટી રોકી શકાય છે? કેટલી સડકોને કોઈ જામ કરી દેશે? ભારતના યુવાનો દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા ધરાવે છે, અને પેઢીઓએ આ કર્યું છે, એવામાં તેમને કોઈ રોકી શકશે નહીં.'
CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઑક્ટોબરે જંતર-મંતર પર મોટા પ્રદર્શનની યોજના બનાવી છે. પ્રદર્શનના એક દિવસ પહેલાં પશ્ચિમ રેલવેએ મુંબઈથી દિલ્હી જતી બે રાજધાની એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં શુક્રવારે ફેરફાર કર્યો છે, જ્યારે એક એક્સપ્રેસ ટ્રેન રદ કરી દીધી છે. મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12951) અને મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ(12953)ના ઉપડવાના સમયમાં 5 કલાકનો વિલંબ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ(12247)ને રદ કરી દેવામાં આવી છે. ડૉ. આંબેડકર નગર-નવી દિલ્હી એક્સપ્રેસ (20155), ઈન્દોર-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ (09309), ઈન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ (12415) અને સાબરમતી-નવી દિલ્હી એક્સપ્રેસ(12957)ને પણ કેન્સલ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પશ્ચિમ રેલવેએ 9 અને 10 ઑક્ટોબરે 13 ટ્રેનો રદ કરી છે. આ સાથે દિલ્હીમાં 10 ઑક્ટોબરના વિરોધ પ્રદર્શન પહેલાં જમ્મુ મંડળની 4 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026