120 કમાન્ડો સિરિયામાં ઘૂસ્યા અને અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેક્ટરી તબાહ કરી: ઓપરેશન મેની વેઝ
January 03, 2025
સિરિયા : ઈઝરાયલની સેનાએ સીરિયામાં એક સિક્રેટ મિશન અંગે મોટો ખુલાસો કર્યો છે. આઈડીએફે (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) જણાવ્યું કે, ઈઝરાયલના 120 કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં જમીનની નીચે ચાલી રહેલી મિસાઈલ ફેક્ટરીને પણ નષ્ટ કરી હતી. ઈઝારયલે આ સિક્રેટ મિશનને 8 સપ્ટેમ્બર, 2024ના રોજ અંજામ આપ્યો હતો. તેની જાહેરાત હવે કરી છે. ઈઝરાયલે આ સિક્રેટ મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું હતું. જેને ઈઝરાયલની ઘાતકી સેના શાલડાગ યુનિટે માત્ર 3 કલાકમાં અંજામ આપ્યો હતો.
ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે, ઈરાનની આ મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસયફ વિસ્તારમાં જમીનના 70થી 130 મીટર નીચે અંડરગ્રાઉન્ડમાં કાર્યરત હતી. જ્યાં ઘાતકી મિસાઈલોનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનો લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર-અલ-અસદન સેનાને સપ્લાય થતો હતો. આ ફેક્ટરીને નષ્ટ કરવામાં આવી હતી.
ઈઝરાયલની સેનાના કમાન્ડોએ આ સિક્રેટ મિશનને સીરિયાની 200 કિમી રેન્જમાં ઘૂસીને અંજામ આપ્યો હતો. સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેને અટકાવવામાં નિષ્ફળ રહી હતી. આ મિશનમાં ઈઝરાયલની સેનાને કોઈ નુકસાન થયુ ન હતું.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026