ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
October 11, 2026
પ્રાંતીય સરકારના અધિકારો છીનવાતા પીટીઆઈ અને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ
ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (PTI) અને કેન્દ્ર સરકાર વચ્ચેનો ઘર્ષણ વધી રહ્યો છે. રવિવાર, 11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સી લાગુ કરીને ત્યાંની ચૂંટાયેલી સરકારને સસ્પેન્ડ કરી દીધી છે. આ નિર્ણયથી પ્રાંતમાં PTI સરકારના અધિકારો છીનવાઈ ગયા છે. ઇમરાન ખાનની મુક્તિ અને તેમને મળવાની માંગને લઈને પાર્ટીનો મોર્ચો પણ ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન સરકારે કટોકટી પાછળ વધતા આતંકવાદી હુમલા અને બગડતી કાયદો-વ્યવસ્થાને કારણ ગણાવ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલય મુજબ, પ્રાંતીય સરકાર આતંકવાદનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર કટોકટી લાદવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. આ પહેલાં ફેડરલ કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બીજી તરફ, ખૈબર પખ્તુનખ્વાના રાજ્યપાલ ફૈસલ કરીમ કુંડીએ કટોકટીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે હવે પ્રાંતમાં શાંતિ, વિકાસ અને ખુશહાલીનો રસ્તો ખુલશે. તેમણે લોકોને આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા સંસ્થાઓની સાથે ઊભા રહેવાની અપીલ કરી. રાજ્યપાલે એમ પણ કહ્યું કે કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં. હિંસા કે ઉપદ્રવ કરનારાઓ વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી થશે.
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન પીટીઆઈની સરકાર છે. કટોકટી લાગુ થયા પછી પ્રાંતીય સરકારના અધિકારો પર રોક લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર રાજ્યપાલને પ્રાંતીય વહીવટીતંત્રના કેટલાક અથવા બધા અધિકારો સોંપી શકે છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026