ઈસ્લામાબાદમાં 17 વર્ષની સોશિયલ મિડીયા ઈન્ફ્લૂએન્ઝરની ઘરમાં ગોળી મારી હત્યા
June 03, 2025
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની સોશિયલ મિડીયા ઈન્ફ્લૂએન્ઝર અને ટિકટોક સ્ટાર સના યૂસુફની સોમવારે 2, જૂનની રાતે ઈસ્લામાબાદના જી-13 સેક્ટરમાં તેના ઘરની અંદર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાએ ભયનો માહોલ ઉભો કરી દીધો છે.
પોલીસ અધિકારીઓના કહ્યા પ્રમાણે સનાની કોઈ અજાણ્યા વ્યક્તિએ ખૂબ નજીકથી ગોળી મારીને હત્યા કરી છે. હુમલાખોર મહેમાન બનીને ઘરમાં ઘૂસ્યો હતો અને આ ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો. મિડીયા રિપોર્ટ પ્રમાણે ઘટનાન પહેલા સના પોતાના ઘરની બહાર કોઈ શૂટર સાથે વાત કરી રહી હતી.
એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોરે ઘરમાં પ્રવેશ કર્યો, ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો. સનાને ગોળી વાગી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પછી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે પાકિસ્તાન ઈનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લઈ જવામાં આવી. અધિકારીઓએ હત્યા અંગેની તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી હુમલાખોરની કોઈ ઓળખ કે ધરપકડ થઈ નથી. તપાસ અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોર સનાને ઓળખતો હતો.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026