Breaking News :
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી

મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા

December 25, 2025

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની આશંકા છે. બે અલગ-અલગ સ્થળોએથી પતિ-પત્ની અને તેમના બે યુવાન પુત્રોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે મુદખેડ તાલુકાના જ્વાલા મુરાર ગામમાં રમેશ સોનાજી લખે (51) અને તેમના પત્ની રાધાબાઈ લખે (45)ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે, "માતા-પિતાના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા, જ્યારે પુત્રોએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. અમે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી છે. સંપૂર્ણ ટેકનિકલ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સત્ય બહાર આવશે." પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ સામુહિક આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ આ પગલું ભરવા પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. લખે પરિવાર નાના ખેડૂત સમુદાયમાંથી આવતો હતો. પોલીસે આત્મહત્યા પાછળ આર્થિક તંગી કે પછી કોઈ ઘરેલું કંકાસ જેવા કારણો હોવાની શક્યતા નકારી નથી. જોકે, પડોશીઓએ લખે પરિવારને ખૂબ જ મહેનતુ અને સારો ગણાવ્યો હતો. હાલમાં, નાંદેડ ગ્રામીણ પોલીસ પરિવારના સંબંધીઓના નિવેદન નોંધી રહી છે અને પરિવારે કોઈ સુસાઈડ નોટ કે અંતિમ સંદેશ છોડ્યો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.