Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

July 16, 2025

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના મુવાની વિસ્તારમાં સોમવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. થલ-પિથોરાગઢ મોટર રોડ પર મુસાફરોથી ભરેલી મેક્સ જીપે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહેસૂલ વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોને ખાડામાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતગ્રસ્ત જીપ મુવાનીથી બોક્તા ગામ જઈ રહી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મૃતકોની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે અને વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલું છે. જિલ્લા વહીવટીતંત્રે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે,

ઘાયલોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રેએ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ઘાયલોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં, જીપ કેવી રીતે ખીણમાં પડી તે શોધવામાં આવી રહ્યું છે.