નાઈજીરીયામાં મોટી દુર્ઘટના, ફ્યૂલ ભરેલું ટેન્કર 17 વાહનો સાથે અથડાયા બાદ ધડાકો, 18ના મોત
January 26, 2025
નાઈજીરીયા- દક્ષિણ નાઈજીરીયામાં ફ્યૂલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો છે. અધિકારીઓએ કહ્યું કે, ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાઇજીરીયાના સંઘીય માર્ગ સુરક્ષા વિભાગે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘દક્ષિણ-પૂર્વ રાજ્ય એનુગુમાં એનુગુ-ઓનિત્શા એક્સપ્રેસ વે પર શનિવારે આ ઘટના બની છે.
એક્સપ્રેસ વે પર ગેસોલીનથી ભરેલા ટેન્કરના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે 17 વાહનો સાથે અથડાયા બાદ આગની ઝટેપમાં આવી ગયું હતું. વિભાગના સુરક્ષા દળના પ્રવક્તા ઓલુસેગુન ઓગુંગબેમાઈડે કહ્યું કે, ‘આગમાં સળગી જવાના કારણે કેટલાકના મોત થયા છે અને તેમની ઓળખ થઈ શકી નથી. બચાવ કર્મચારીઓએ 10 ઈજાગ્રસ્તો ઉપરાંત અન્ય ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. નાઈજીરીયા આફ્રિકાનો સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ છે, જોકે અહીં રેલવે સિસ્ટમનો અભાવ હોવાથી રોડ અકસ્માતો થવા સામાન્ય વાત બની ગઈ છે.
આ મહિનાની શરૂઆતમાં સુલેજા રાજ્યમાં આવો જ એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેમાં ગેસોલીન ટેન્કરમાં વિસ્ફોટ થતા 98 લોકોના મોત થયા હતા. વાસ્તવમાં એક ટેન્કર બીજા ટેન્કરમાં ગેસોલીન ભરી હતી, આ દરમિયાન ધડાકો થયો હતો. આ દરમિયાન અનેક શ્રમિકો અને લોકો ઘટનાસ્થળ પાસે હતા.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026