Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

બોલિવિયામાં ભયાનક અકસ્માત, બે બસોની ટક્કરમાં 37ને કાળ ભરખી ગયો, 39 ઈજાગ્રસ્ત

March 02, 2025

બોલિવિયા- બોલિવિયાના પોટોસી વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં 37 લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય 37 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 


આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર શનિવારે સવારે આશરે 7 વાગ્યે ઉયુની અને કોલચાની વચ્ચે હાઈવે પર સર્જાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. એક બસના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો જેના પરિણામે ભયાનક ટક્કર થઇ હતી. 
ઉલ્લેખનીય છે કે જ્યાં આ અકસ્માત સર્જાયો છે તે ઉયુની સાલાર દે ઉયુનીનો એન્ટ્રી ગેટ મનાય છે જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને 10000 કિ.મી.થી વધુ અહીં દુનિયાના સૌથી મોટા મીઠાંના અગરિયા આવેલા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે 39 લોકોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.