ડુરાન્ડ લાઇન વટાવી પાકિસ્તાનમાં ઘૂસ્યા અફઘાની લડાકુઓ, આમને-સામને હવે આરપારની લડાઈ શરુ
December 30, 2024
અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પ પર પાકિસ્તાનના હુમલા બાદ બંને દેશો વચ્ચે હુમલાઓનો દોર જારી છે. ગુલામ ખાન ક્રોસિંગ પર તાલિબાની લડાકુઓ સતત હુમલાઓ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, તાલિબાન બૉર્ડર પાસે તેમની ચોકીઓ પર ભારે અને અત્યાધુનિક હથિયારો વડે હુમલાઓ થઈ રહ્યા છે. ડુરાન્ડ લાઇન પર બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. તાલિબાને પાકિસ્તાની સેનાની બે ચોકીઓ પર કબજો કરી લીધો છે. ભારે હથિયારોની મદદથી તાલિબાની સૈનિકો ડુરાન્ડ લાઇન પર ઉપસ્થિત પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓને નષ્ટ કરી દીધી છે. જેમાં પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા છે. તાલિબાની લડાકુઓ ગોઝગઢી, માટા સાંગર, કોટ રાધા અને તરી મેંગલ વિસ્તારોમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, અમે તાલિબાનોની ખુર્રમ અને ઉત્તરીય વઝીરિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અફઘાન તાલિબાન કોઈપણ મોટી સૈન્ય શક્તિ સામે ઝૂક્યું નથી. અમેરિકા અને રશિયા જેવી મહાશક્તિઓને તેણે વર્ષો સુધી પડકારી હતી. અંતે અફઘાનિસ્તાનમાંથી સેના હટાવી લેવા મજબૂર કર્યા હતા. પાકિસ્તાન પાસે કોઈ ખાસ સૈન્ય તાકાત કે આર્થિક ક્ષમતા નથી. જેથી તાલિબાનની સ્થિતિ પાકિસ્તાનમાં મજબૂત બની રહી છે. પાકિસ્તાનમાંથી જ ઉદ્ભવ થયેલા તાલિબાનો આજે પાકિસ્તાનના જ દુશ્મન બન્યા છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026