અમેરિકાએ 4 ભારતીય કંપની સહિત 16 ફર્મ્સ પર મૂક્યો પ્રતિબંધ
February 25, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે એક પછી એક કડક પગલાં લઇ રહ્યા છે. ઈરાનના તેલ ઉદ્યોગમાં સંડોવણી બદલ ટ્રમ્પે 4 ભારતીય કંપનીઓ સહિત 16 ફર્મ્સ પર પ્રતિબંધો લગાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનના ઓઇલ ટ્રેડમાં સામેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પ્રતિબંધિત ભારતીય કંપનીઓમાં ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, બીએસએમ મરીન એલએલપી, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફ્લક્સ મેરીટાઇમ એલએલપીનો સમાવેશ થાય છે.
ઈરાનના તેલ વેપાર પર અમેરિકા સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો આ બીજો તબક્કો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનો આદેશ જારી કર્યો હતો અને હવે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલી 16 કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે.
ટ્રમ્પ દ્વારા 4 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ
- ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (Austinship Management Pvt Ltd)
- બીએસએમ મરીન એલએલપી (BSM Marine LLP)
- કોસ્મોસ લાઇન્સ ઇન્ક. (Cosmos Lines Inc)
- ફ્લક્સ મેરીટાઇમ એલએલપી (Flux Maritime LLP.)
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026