Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ', ટ્રેડ ડીલ પર બોલ્યા સંજય રાઉત

February 04, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, આ ડીલ હેઠળ અમેરિકાએ ભારતને ખરીદી લીધું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર બ્લેકમેલ થઈ ગઈ. 

સંજય રાઉતે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, આ દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ જૂઠું બોલી રહ્યા છે. જ્યારે પત્રકારોએ ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવેદનનો ઉલ્લેખ કર્યો ત્યારે સંજય રાઉત ભડકી ગયા અને કહ્યું કે, પીયૂષ ગોયલ જૂઠું બોલી રહ્યા છે અને આ દેશના તમામ કેન્દ્રીય મંત્રીઓ જૂઠું બોલી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે જે ટ્રેડ ડીલ થઈ છે, જેનાથી આપણા દેશને લગભગ અમેરિકાના ચરણોમાં સમર્પિત કરી દીધો છે. અમેરકાએ આપણને ખરીદી લીધા છે. કહી રહ્યા છે કે, આ ખૂબ મોટો વિજય છે. કયો વિજય ભાઈ? તમે જણાવો. તમે આખા દેશમાં જશ્ન મનાવવાની વાત કરી રહ્યા છે.