Breaking News :
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા

પાકિસ્તાનમાં ફરી 4.6 ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (5 મે) પણ  ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની સમયે પણ તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું.