મ્યાનમાર બાદ વધુ એક દેશમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ
March 30, 2025
મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત છે. એવામાં હવે પેસિફિક દ્વીપના વધુ એક દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે. ટોંગામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. અધિક તીવ્રતાના કારણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે.
US જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોંગાની નજીક હતું. ભૂકંપના કેન્દ્રથી 300 કિમી દૂર સુધી દરિયામાં ઊંચા ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે ટોંગા એક એવો દેશ જે 171 ટાપુઓથી બન્યો છે અને તેની વસતિ આશરે એક લાખ છે. આ દેશ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટથી 3500 કિમી દૂર સ્થિત છે.
મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1,700 લોકો માર્યા ગયા છે અને 3,400 લોકો ઘાયલ થયા છે, ત્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું કે, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે આજે રવિવારે (30 માર્ચ, 2025) 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગત શુક્રવારે દેશમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ એક પછી એક આંચકા અનુભવાય છે. મ્યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. આજે રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે.

Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026