ગાઝામાં તૈનાત ભારતીય મૂળના સૈનિકનું મોત, ઈઝરાયલે કર્યો હતો હુમલો
November 16, 2024
ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ જંગમાં મરનારાઓમાં પેલેન્સ્ટાઈન કે ઈઝરાયલના નાગરિકો જ નહીં, પણ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગાઝામાં ઈઝરાયલની સેના સતત હુમલાઓ કરી રહી છે. હમાસ પણ તેનો વળતો જવાબ આપી રહ્યો છે. હમાસના આ પ્રકારના ઓપરેશનમાં ભારતીય મૂળના સૈનિકનું પણ મોત નીપજ્યું છે. 12 નવેમ્બરે હમાસના લડાકૂઓએ જોલેટની સૈન્ય યૂનિટ પર એન્ટી ટેન્ક શેલ વડે હુમલો કર્યો હતો. જેમાં 3 આઈડીએફ સૈનિકોની સાથે સ્ટાફ સાર્જેટ ગેરી જોલેટનું મોત થયુ છે. સેનાએ આ ઓપરેશનમાં માર્યા ગયેલા સૈનિકોના મોત બાદ ઘટનાની તપાસ હાથ ધરી છે. મીડિયા અનુસાર, જોલેટ ગાઝા યુદ્ધમાં આઈડીએફની કેફિર બ્રિગ્રેડમાં 92મી બટાલિયનમાં તૈનાત હતા. તેમની બે બહેનો પણ ઈઝરાયલની સેનામાં સામેલ છે. જોલેટ સમુદાયના યહૂદી ભારતના મિઝોરમ અને મણિપુરમાંથી ઈઝરાયલ ગયા હતા. ગેરી જોલેટ 7 ઓક્ટોબર, 2023 બાદથી માર્યા ગયેલા બીજા ભારતીય મૂળના સૈનિક છે. ભારતીય મૂળનો સ્ટાફ સાર્જેટ ગેરી ગિદોન હંગલે એક ટ્રક ડ્રાઈવરે ટક્કર મારતાં 12 સપ્ટેમ્બરના વેસ્ટ બેન્કમાં મોત નીપજ્યું હતું. મોટાભાગની લડાકૂ સેનામાં ‘બની મેનાશે’ ભારતીયો યહુદીઓનો એક સમુદાય છે. જે મોટાભાગના મણિપુર અને મિઝોરમમાંથી આવે છે. તિબેટ-બર્માનો આ સમુદાય યહુદીઓના વંશજ ઈઝરાયલના છે. બની મેનાશે ઈઝરાયલની 10 ગુમ જનજાતિઓ પૈકી એક છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026