Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

ઈઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકની હત્યા, સુરક્ષાદળે ગોળી મારી દીધી

March 03, 2025

કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર અનુસાર યુવક ત્રણ અન્ય લોકોની સાથે પર્યટક વિઝા પર જોર્ડન ગયો હતો. તેને સુરક્ષા દળોએ ગોળી મારી દીધી છે. આરોપ લાગ્યો છે કે આ ત્રણેય શખ્ય ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મૃતકની ઓળખ થૉમસ ગેબ્રિયલ પરેરા તરીકે થઈ. તેની ઉંમર 47 વર્ષની હતી અને તિરુવનંતપુરમની પાસે થુંબાનો રહેવાસી હતો. મૃતકની સાથે હાજર 43 વર્ષીય એડિસન નામની એક અન્ય વ્યક્તિને પણ ગોળી વાગી હતી. જોકે તે ઠીક થઈ ગયો. થુંબાનો જ મૂળ રહેવાસી એડિસન પણ બે દિવસ પહેલા કેરળમાં પોતાના ઘરે પહોંચ્યો. આ ઘટના 10 ફેબ્રુઆરીની છે. થૉમસ અને એડિસન બંને માછીમાર સમુદાયથી હતાં અને ઓટોરિક્ષા ચલાવવાનું કામ કરતાં હતાં. રિપોર્ટ્સ અનુસાર મૃતકના પરિવારજનોને જોર્ડનના અમ્માનમાં ભારતીય દૂતાવાસથી એક પત્ર મળ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે થૉમસ અને એક અન્ય વ્યક્તિ ગેરકાયદેસર રીતે કરકક જિલ્લામાં જોર્ડન બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ચેતવણી સાંભળી નહીં. સુરક્ષા કર્મચારીઓએ તેની પર ગોળીઓ ચલાવી દીધી. એક ગોળી થોમસના માથામાં વાગી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બાદમાં તેના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલ મોકલી દેવાયા. વેરિફિકેશન બાદ મૃતદેહને ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.