અમેરિકામાં વધુ એક મોટી ઘટના, ન્યુયોર્કમાં નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11થી વધુ ઘાયલ
January 02, 2025
ન્યુયોર્ક : અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 થી વધુ લોકોને ગોળી મારી દેવાયાનો દાવો કરાયો છે. અહેવાલ અનુસાર ન્યુયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં લગભગ 13 લોકોને ગોળી વાગી હતી.
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી.
અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો જેમાં તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.
Related Articles
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો...
May 08, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 08, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 08, 2026
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026