અશોક ગેહલોતનો દાવો' હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું
June 07, 2026
જયપુર ઃ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વધુ એક વખત એ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા-બનતા રહી ગયા હતા. ગેહલોતનું કહેવું છે કે, 'મારા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ એક આયોજિત ષડયંત્રના કારણે બધું જ બદલાઈ ગયું અને, આજે પણ લોકો આ મામલાનું અસલી સત્ય જાણતા નથી. હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ પાર્ટી નેતૃત્વએ આ પદ માટે મારી પસંદગી કરી લીધી હતી. પરંતુ અચાનક બદલાયેલા ઘટનાક્રમ અને એક કથિત કાવતરાના કારણે આ પદ મળી શક્યુ ન હતું.'
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની ચર્ચા ચાલી હતી. તે સમયે સોનિયા ગાંધી અને કોંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું હતું. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા, અને તેમણે આ બાબતને પોતાના માટે સન્માનની વાત ગણાવી હતી. પરંતુ જેવું આ નક્કી થવા લાગ્યું, પાર્ટીએ રાજસ્થાનમાં નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) મોકલ્યા, એટલે કે એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા. આ પછી સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ આખા ઘટનાક્રમ પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તે અધ્યક્ષ બની શક્યા નહીં.
આ સમગ્ર મામલા બાદ દેશભરમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે, ગેહલોતે પોતે જ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવા માંગતા ન હતા. એટલે કે લોકોની નજરમાં આ ગેહલોતની પોતાની પસંદગી હતી. અહીં સુધી કે તેમના અંગત લોકો અને સમર્થકો પણ અત્યાર સુધી આ જ વાત માનતા આવ્યા છે. અશોક ગેહલોત હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા જ હતા, તેમની પૂરી તૈયારી હતી અને પોતે પાછળ હટ્યા નહોતા.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026