158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રૂપમાં ચેરમેનની ખુરશી અને લિસ્ટિંગ મુદ્દે ખેંચમતાણ
September 18, 2026
મુંબઈ ઃ ભારતનું 158 વર્ષ જૂનું અને અતિ પ્રતિષ્ઠિત ટાટા ગ્રૂપ હાલમાં એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે પોતાની સ્થિરતા, શાંતિ અને ઉચ્ચ મૂલ્યો માટે જાણીતા આ સામ્રાજ્યના મુખ્ય મથક 'બોમ્બે હાઉસ'માં એક મોટો કોર્પોરેટ જંગ શરૂ થઈ ગયો છે. આ વિવાદ માત્ર ચેરમેનની ખુરશી પૂરતો સીમિત નથી, પરંતુ ટાટા સન્સના ભવિષ્ય અને તેના શેરબજારમાં લિસ્ટિંગ(IPO) સાથે પણ જોડાયેલો છે. એક તરફ છે ટાટા સન્સનું બોર્ડ અને બીજી તરફ છે કંપનીમાં 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા. ઑક્ટોબર 2024માં રતન ટાટાના અવસાન બાદ આ સૌથી મોટો આંતરિક સંઘર્ષ છે, જેણે 2016ના સાયરસ મિસ્ત્રી વિવાદની યાદ તાજી કરાવી દીધી છે. આવો સમજીએ કે ટાટા ગ્રૂપમાં ચાલી શું રહ્યું છે.
ટાટા સન્સના વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂરો થઈ રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં તેમણે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નવો કાર્યકાળ નહીં માંગે. ટાટા ટ્રસ્ટે આ વાત સ્વીકારીને નવા ચેરમેનની શોધ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ, સપ્ટેમ્બરમાં બોર્ડની નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ચંદ્રશેખરને આ વિનંતી સ્વીકારી લીધી અને બોર્ડે 4-1ની બહુમતીથી તેમને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.
Related Articles
96 લાખ કરોડનું સામ્રાજ્ય ઊભું કરનારા વોરેન બફેની 96 વર્ષની વયે નિવૃત્તિ
96 લાખ કરોડનું સામ્રાજ્ય ઊભું કરનારા વોર...
Sep 18, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો કરનારા ભૂપત ભાયાણી અને રાજુ કરપડાની હાર
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો:...
Apr 28, 2026
મસ્કે ઈતિહાસ રચ્યો, દુનિયામાં 700 અબજ ડૉલર નેટવર્થ ધરાવતી પ્રથમ વ્યક્તિ
મસ્કે ઈતિહાસ રચ્યો, દુનિયામાં 700 અબજ ડૉ...
Dec 21, 2025
મસ્કની પ્રશંસા કરી જ્યોર્જીયા મેલોનીએ કહ્યું, અમારા મૈત્રી સંબંધો છે
મસ્કની પ્રશંસા કરી જ્યોર્જીયા મેલોનીએ કહ...
Jan 05, 2025
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026