Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં સેક્સ પાર્ટી, કરોડોના ખર્ચે એસ્કોર્ટ સર્વિસ લીધાના દાવાથી ખળભળાટ

January 27, 2025

વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યૂઇએફ)ની પાંચ દિવસીય વાર્ષિક બેઠક શુક્રવારે પૂર્ણ થઇ ગઇ છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને કંપનીઓ પાસેથી ભારત 20 લાખ કરોડથી વધુનું રોકાણ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું. જેમાં એકલા મહારાષ્ટ્રની 80 ટકા ભાગીદારી રહી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળની આ બેઠકમાં નેતૃત્વ કર્યું હતું. પરંતુ હવે આ બેઠક સાથે સંકળાયેલા એક રિપોર્ટે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.  એક જાણીતા અંગ્રેજી મીડિયા ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ) માં ભાગ લેનારા દુનિયાભરના અમીર લોકોની કાળી કરતૂતો સામે આવી છે. એસ્કૉર્ટ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બેઠકમાં સેક્સ પાર્ટીઓ, રૂપલલનાઓ અને ટ્રાન્સેક્સુઅલ મહિલાઓની ખૂબ ડિમાન્ડ રહી. ગત અઠવાડિયે યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા દુનિયાભરમાંથી લગભગ 3,000થી વધુ બિઝનેસમેન અને રાજકીય નેતાઓ દાવોસ પહોંચ્યા હતા.  એક વેબસાઇટ જે 'ડેટ્સ યૂ પે ફૉર' નું આયોજન કરે છે તેણે દાવો કર્યો હતો કે દાવોસમાં આયોજિત બેઠકમાં ભાગ લેનારા ઘણા લોકોએ સેક્સ ઓર્ગીની મજા માણી. એસ્કોર્ટ એજન્સીએ દાવો કર્યો હતો કે એકસાથે ઘણી મહિલાઓની બુકિંગ કરવામાં આવી હતી. ટિટ4ટેટના પ્રવક્તા એન્ડ્રિયાસ બર્ગરે મેલ ઓન લાઇનને જણાવ્યું હતું કે 'ડબ્લ્યૂઇએફની શરૂઆત બાદથી અમે દાવોસ અને આસપાસના વિસ્તારમાં લગભગ 300 મહિલાઓ અને ટ્રાન્સ મહિલાઓની બુકિંગની નોંધી લીધી હતી. તેની તુલનાએ 2024માં લગભગ 170 મહિલાઓની બુકિંગ નોંધાઈ હતી.  લિયા મૉડલ્સ એસ્કૉર્ટની જાન અને લિયાએ જણાવ્યું કે WEF જેવા મોટા આયોજનોમાં સામાન્ય રીતે એસ્કૉર્ટ્સની માંગ વધી જાય છે. કારણ કે 'દુનિયાભરમાંથી ઘણા હાઇ પ્રોફાઇલ અને સૉલ્વેંટ મહેમાન આવે છે.' WEF વખતે દાવોસમાં વધતી માગને કારણે એસ્કોર્ટ સર્વિસની આવક પણ વધી જાય છે.