Breaking News :
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી

ઓસ્ટ્રેલિયામાં ફરી યહૂદીઓ પર હુમલો, કાર પર ફાયર બોમ્બિંગ, PM અલ્બાનીઝે આપી પ્રતિક્રિયા

December 25, 2025

ઓસ્ટ્રેલિયામાં નાતાલની સવાર પહેલા ફરી એકવાર યહૂદી પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્ત્વોએ મેલબોર્નમાં એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે આ ઘટનાને ફાયર બોમ્બિંગ જણાવી. વડાપ્રધાન એન્થની અલ્બનીજે આ ઘટનાને શંકાસ્પદ એન્ટી સેમિટિઝ્મ કરાર કરી દીધું. એન્ટી-સેમિટિઝ્મનો અર્થ છે કે, યહૂદીઓ પ્રત્યે ઘૃણા, પૂર્વાગ્રહ, ભેદભાવ અથવા દુશ્મની. આ જાતિવાદી વિચારધારા છે, જે યહૂદીઓને નિશાનો બનાવે છે અને તેમને ગુનેગાર કરાર કરી તેમની સામે હિંસા, બહિષ્કાર અથવા કાવતરા ઘડે છે. 

ઓસ્ટ્રેલિયાની પોલીસના જણાવ્યાનુસાર, નાતાલની સવાર પહેલા સેન્ટ કિલ્ડા ઇસ્ટમાં ઘરના ડ્રાઇવ-વેમાં રબ્બીની કાર પર આગ લગાવનારો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ઘટનામાં કારનો દરવાજો સળગી ગયો હતો. જોકે, પોલીસે યોગ્ય સમયે આવીને રબ્બી અને તેમના પરિવારનું રેસ્ક્યુ કરી લીધુ હતું. આ કાર પર 'હેપ્પી હનુક્કા'નું એક નાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પોલીસ આ યહૂદી વિરોધી હુમલાની તપાસ કરી રહી છે.