બાંગ્લાદેશની અવળચંડાઇઃ સરહદ પર તૈનાત કર્યાં ડ્રોન
December 06, 2024
દિલ્હી : બાંગ્લાદેશમાં હિન્દુઓની સાથે જે પ્રકારે હિંસા થઈ રહી છે, તેના પર ભારતીયો ખૂબ જ રોષે ભરાયા છે. ભારત સરકારે વારંવાર આ ઘટનાઓ પર વિરોધ નોંધાવી મોહમ્મદ યૂનુસ સરકારની સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. ત્યાર બાદથી જાણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે ભારત સાથેના સંબંધને સુધારવાની બદલે એક નવો જ અખતરો કર્યો છે. બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળમાં ચિકન નેક એરિયાની પાસે ટર્કિશ ડ્રોન તૈનાત કરી દીધા છે. આ ડ્રોન અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) અને બાયરકતાર TB2 છે. બાંગ્લાદેશે આ વર્ષે તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદ્યા હતાં. બાંગ્લાદેશના ડિફેન્સ ટેક્નોલોજી (DBT) અનુસાર, તુર્કી પાસેથી લેવામાં આવેલા 12 બાયરકતાર TB2માંથી 6 ઓપરેશનલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ડ્રોનને સર્વિલન્સ અને ઇન્ટેલીજન્સ માટે બાંગ્લાદેશની 67મી સેના ઓપરેટ કરી રહી છે. આ જાણકારી એવા સમયે સામે આવી રહી છે,
જ્યારે બંગાળની પાસે સીમા પર પાડોશી દેશમાં આતંકી ગતિવિધિઓની ખબરો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીના દ્વારા વડાપ્રધાનનું પદ છોડીને ભાગ્યા બાદથી ઉગ્રવાદીઓની ગતિવિધિઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશનું આ કૃત્ય ભારતની સુરક્ષાને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બાંગ્લાદેશની આ હરકત બાદથી ભારત પાડોશી દેશના દરેક પગલાં પર નજર રાખી રહ્યું છે, જેના માટે સેનાને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ, શેખ હસીનાના સત્તાથી દૂર થયા બાદથી બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા વિસ્તારોમાં ભારત વિરોધી તત્ત્વોમાં વધારો થયો છે. તેઓએ સલાહ આપી છે કે, પાડોશી દેશની રાજનીતિ અસ્થિરતા અને સીમા પર એડવાન્સ યુએવી ડ્રોનની હાજરીથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026