Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

પેશાવરમાં મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન બ્લાસ્ટ, 5ના મોત

March 21, 2025

પેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન એક મોટો બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં થયો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ બ્લાસ્ટ એવા સમયે થયો જ્યારે  મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. માહિતી પ્રમાણે આ બોમ્બ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 30 લોકો ઘાયલ થયાના સમાચાર છે. હાલમાં સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત -બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર આ પહેલા પણ આતંકી હુમલોના શિકાર બન્યું છે. પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધી રહી છે. હાલમાં જ જારી કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં આતંકવાદી હુમલાઓમાં 73 ટકાનો વધારો થયો છે. આ હુમલાઓમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર બલુચિસ્તાન રહ્યો છે કે જ્યાં આતંકવાદની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી જ બલુચિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકની ઘટના કરતાં પણ આ સ્થિતિને ખતરનાક બનાવી દીધી છે.