Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

ઈન્ડોનેશિયામાં બસ પલટી, મહિલા-બાળકો સહિત 12ના મોત, 23ને ઈજા

May 06, 2025

સુમાત્રા- ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં 12 મુસાફરોના મોત અને 23 લોકોને ઈજા તઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.


દર્દનાક અકસ્માતમાં કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જઈ વખતે મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે.
બસ અકસ્માતમાં 23 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ પીડિતોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહી છે.