કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
October 14, 2026
ઓટાવા (કેનેડા) : કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદ આજથી તા. ૧૩થી ૧૬ દરમિયાન ભારત અને યુએઈની મુલાકાતે છે. ભારતની મુલાકાત દરમિયાન તેઓ યુક્રેન-યુદ્ધ, મધ્યપૂર્વની અશાંતિ તથા ચીનના વધી રહેલા વ્યાપ વિષે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મંત્રણા કરવાનાં છે. તે ઉપરાંત બંને મંત્રીઓ, વ્યાપાર, ઊર્જા, પારસ્પરિક જનતાઓ વચ્ચેના સંબંધો તથા સલામતી અને સંરક્ષણ વિષે સવિશેષ ભાર મુકશે.
આ અંગે કેનેડીયન સરકારે સોમવારે પ્રસિદ્ધ કરેલું નિવેદન જણાવે છે કે કેનેડા અને ભારતના વિદેશમંત્રીઓ પારસ્પરિક સંબંધો અંગેનો એક રોડ-મેપ તૈયાર કરવાનાં છે.
સપ્ટે-૨૫થી હજી સુધીમાં બંને દેશોના મંત્રીઓની આ ૧૧મી બેઠક બની રહી છે. તે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કેટલી હદે ગાઢ બની રહ્યાં છે.
બંને દેશો વચ્ચે ૨૦૨૬ના અંત સુધીમાં કોમ્પ્રીહેન્સીવ-ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સી.ઈ.પી.એ.)નંા કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવા ઉપર સૌથી વધુ લક્ષ્ય અપાશે.
આ પૂર્વે આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી સી.ઈ.પી.એ.ની બેઠકમાં ઊર્જા, દુર્લભ ધાતુઓ અને એરો સ્પેસ કોઓપરેશન જેવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરાશે. કેનેડા પાસે અઢળક યુરેનિયમ છે. ભારતને તેની ખૂબ જરૂરિયાત છે તે સર્વવિદિત છે.
કેનેડાના વ્યાપારમંત્રી મનીન્દર સિદ્ધુ પણ કેનેડીયન ડેલિગેશનના ભાગ તરીકે અનિતા આનંદ સાથે ભારત પહોંચ્યા છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ભારતની મુલાકાતે આવેલું આ સૌથી મોટું પ્રતિનિધિ મંડળ છે. તેમાં ૩૦૦ જેટલા વ્યાપારીઓ આવ્યા છે. સિદ્ધુ અને ભારતના વ્યાપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયેલ સાથે મંત્રણા યોજાશે.
ઉલ્લેખનીય છે કે કેનેડા યુરેનિયમ સમૃદ્ધ દેશ છે. ભારતને યુરેનિયમની અત્યંત જરૂર છે. કેનેડાનાં વિદેશ મંત્રી અને વ્યાપાર મંત્રીની મુલાકાતને તેથી ઘણું મહત્ત્વ અપાઈ રહ્યું છે.
Related Articles
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026