કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા
October 21, 2026
આલ્બર્ટા : કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આવેલા કેનેડિયન ફોર્સિસ બેઝ વેનરાઈટ ખાતે ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કેનેડાના સંરક્ષણમંત્રી ડેવિડ મેકગિન્ટીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. આગને કારણે સૈન્ય મથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. ભારે પવનના કારણે આગ વધુ ઝડપથી ફેલાતાં બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગ્નિશામક કર્મચારીઓ અને બચાવદળોએ મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખી હતી. આગમાં ઘાયલ થયેલા લોકોને વેનરાઈટ અને એડમન્ટનની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચતાં આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ સર્જાયું હતું. દર્દીઓની વધતી સંખ્યાને કારણે અનેક હોસ્પિટલોમાં કોડ ઓરેન્જ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં એમ્બ્યુલન્સની અછત પણ અનુભવાઈ હતી. પરિણામે, કેટલાક દર્દીઓને હેલિકોપ્ટર અને વિમાનોની મદદથી અન્ય સારવાર કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ તપાસ કરી રહી છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ અને જાનહાનિ અંગેની સત્તાવાર વિગતો અસરગ્રસ્ત પરિવારોને જાણ કર્યા બાદ જાહેર કરવામાં આવશે. વેનરાઈટના મેયર બ્રુસ પ્યુએ મુશ્કેલ પરિસ્થિતિમાં કામગીરી કરી રહેલા સ્થાનિક આરોગ્યકર્મીઓની પ્રશંસા કરી હતી. મોડી રાત સુધીમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં પ્રગતિ થઈ હતી. સાથે જ મિલકતો અને મહત્ત્વનાં માળખાં સુરક્ષિત હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. વેનરાઈટ સૈન્ય મથક કેનેડાનાં મુખ્ય સૈન્ય તાલીમ કેન્દ્રોમાંનું એક છે. અહીં સૈનિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આવા મહત્ત્વના સૈન્ય મથકમાં આગ લાગવાની ઘટનાને પગલે સુરક્ષા અને બચાવ વ્યવસ્થાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને આલ્બર્ટાના મુખ્યમંત્રી ડેનિયલ સ્મિથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પડોશી પ્રાંત સાસ્કેચેવાને પણ જરૂર પડે તો મદદ મોકલવાની તૈયારી દર્શાવી હતી. આગની અસર સ્થાનિક વહીવટી કામગીરી પર પણ પડી હતી. આલ્બર્ટામાં યોજાનારા લોકમત પૂર્વેના મતદાન દરમિયાન બે મતદાન મથકો વહેલાં બંધ કરવાની ફરજ પડી હતી.
Related Articles
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની...
Oct 14, 2026
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026