કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અકસ્માતમાં મોત
October 26, 2026
ગાંધીનગર : ગાંધીનગરના દશેલા ગામના વતની અને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલા યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં હિરેન સહિત કુલ ચાર લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં યુવાનનો મૃતદેહ વતન લાવી શકાયો નથી.
ગાંધીનગર તાલુકાના દશેલા ગામનો હિરેન બાબુ આસોડિયા છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન ગત 18 ઓક્ટોબરના રોજ કેનેડામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકોનાં પણ જીવ ગયા હતા. એકસાથે ચાર લોકોનાં મોતની ઘટનાથી તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પુત્રના મોતના સમાચાર મળ્યા બાદથી દશેલા ગામમાં રહેતા હિરેનના પરિવારજનો માટે આ સમય મુશ્કેલ બની રહ્યો છે. એક તરફ યુવાન પુત્ર ગુમાવવાનું દુઃખ છે, તો બીજી તરફ અંતિમ દર્શન માટે તેના મૃતદેહને વતન લાવવાની રાહ જોવી પડી રહી છે.
અકસ્માતને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહ ભારત ન પહોંચતાં પરિવારની ચિંતા સતત વધી રહી છે. હિરેનના પિતા બાબુ આસોડિયાએ જણાવ્યું હતું કે, પુત્ર છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો. 18 ઓક્ટોબરના રોજ માર્ગ અકસ્માતમાં તેનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનો ભારે આઘાતમાં છે. કેનેડા સરકાર દ્વારા અકસ્માત અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવી રહી છે, પરંતુ પુત્રનો મૃતદેહ વતન ક્યારે પહોંચશે તે અંગેની અનિશ્ચિતતાના કારણે પરિવારજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બાબુ આસોડિયા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, કેનેડા સરકાર સાથે તાત્કાલિક વાતચીત કરવામાં આવે અને જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવી તેમના પુત્રનો મૃતદેહ વતન લાવવા માટે સહયોગ આપવામાં આવે. પરિવાર પોતાના પુત્રના અંતિમ દર્શન કરી શકે અને વતનમાં તેની અંતિમવિધિ કરી શકે તે માટે સરકાર મદદ કરે તેવી તેમની લાગણીસભર માંગ છે.
Related Articles
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવન...
Oct 21, 2026
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની...
Oct 14, 2026
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026