ચીને શત્રુ સૈનિકોને ક્ષણમાં આંધળા કરી દેતો હથિયાર વિકસાવ્યો, લોખંડને ઓગાળી નાખે એવો છે લેઝર ડ્રોન
December 16, 2024
સરહદ પર ચીનની નાપાક ગતિવિધિઓથી બધાં વાકેફ છે. ડ્રેગન તેની વિસ્તરણવાદની નીતિ કારણે દરેક પડોશી દેશ સાથે સરહદ વિવાદમાં ફસાયેલો છે. હવે ચીને એવું પગલું ભર્યું છે જે ઘણાં દેશો માટે ચિંતાનો વિષય છે. ચીને લોખંડનને ઓગાળી નાખે એવું લેસર બીમ ડ્રોન તૈયાર કર્યું છે. આ લેસર બીમ ડ્રોનથી દુશ્મનોના હથિયારોને ઓગાળી શકાય છે. એટલું જ નહીં, યુદ્ધ દરમિયાન તેની મદદથી અન્ય દેશોના સૈનિકોના ચહેરા અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. અહેવાલો અનુસાર, ચીને આ ખતરનાક લેસર બીમ ડ્રોનનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો ચિંતામાં છે. જો ચીન આ લેસર ડ્રોનનો ઉપયોગ કોઈપણ દેશ સાથેના યુદ્ધમાં કરે છે તો તેની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હથિયારો અને મિસાઈલો કરતાં અનેકગણું ખતરનાક હશે. માત્ર 1080 નેનોમીટરની તરંગલંબાઇ ધરાવતું ઇન્ફ્રારેડ લેસર માત્ર પાંચ માઇક્રોવોટની શક્તિથી અંધાપાનું કારણ બની શકે છે. આ સૈનિકોની આંખોને નુકસાન કરનાર લેસરની તીવ્રતા આના કરતા 20 કરોડ ગણી વધારે છે. તે ચોરસ સેન્ટીમીટર દીઠ એક કિલોવોટના ઇન્ફ્રારેડ લેસરનું ઉત્સર્જન કરે છે. તે હાડકાંને પણ બાળીને રાખ બનાવી શકે છે.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026