મોદી અંગે અપશબ્દો વાપરનાર યુવતીના બચાવમાં CJP,કહ્યું ગાળો બોલવી એ કોઈ અપરાધ નથી
July 31, 2026
દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરવા બદલ નોઈડાની 25 વર્ષીય રુચિકા સિંહ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR બાદ હવે કોકરોચ જનતા પાર્ટી રુચિકાના સમર્થનમાં આવી છે અને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર રુચિકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, 'વિરોધ પ્રદર્શન દરમિયાન અયોગ્ય ભાષાના ઉપયોગની નિંદા થઈ શકે છે, પરંતુ તેના માટે ક્રિમિનલ કેસ દાખલ કરીને 25 વર્ષની યુવતીને નિશાન બનાવવી તે બિલકુલ ખોટું છે.તેમણે ઉમેર્યું હતું કે રોજિંદા જીવનમાં પણ લોકો આવી ભાષા વાપરતા હોય છે, ત્યારે આ પ્રક્રિયા દ્વારા યુવાનોને ડરાવવાનું બંધ કરીને તે યુવતીને મુક્ત કરવી જોઈએ.
સૌરવ દાસે સાંસદો પર નોંધાયેલા કેસોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, લોકસભામાં 50% થી વધુ સાંસદો પર રેપ, હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાહિત કેસો ચાલી રહ્યા છે, જેમાં 100 થી વધુ સાંસદો તો ભાજપના જ છે.' પોલીસે પોતાની શક્તિ અને ઊર્જા યુવાનોને હેરાન કરવાના બદલે આવા ગંભીર ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં વાપરવી જોઈએ.
દિલ્હી સરકારના નોટિફિકેશન અંગે માહિતી આપતા સૌરવ દાસે જણાવ્યું હતું કે, 'દિલ્હી સરકારના હિસાબે 13 FIR નોંધાઈ છે, પરંતુ અમારી માહિતી મુજબ 20 FIR છે.' તેમણે માંગ કરી છે કે સરકારે નોટિફિકેશનમાં યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે ભવિષ્યમાં પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આ તમામ FIR ને બંધ ગણવામાં આવે અને અટકાયત કરાયેલા કે ધરપકડ કરાયેલા લોકોને વહેલી તકે છોડી મુકવામાં આવે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026