Breaking News :
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી

જયપુરના ચૌમુમાં કોમી તણાવ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

December 26, 2025

રાજસ્થાનના જયપુર જિલ્લાના ચૌમુ વિસ્તારમાં કોમી તણાવની ગંભીર ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ નજીક આવેલી એક મસ્જિદની બહાર પડેલા પથ્થરોને હટાવવાના મુદ્દે બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ ધીમે ધીમે ઉગ્ર બનતા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.

મધ્યરાત્રિના સમયગાળામાં તણાવ વધી જતા સ્થાનિક લોકોએ એકત્ર થઈ વિરોધ શરૂ કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હુમલામાં અનેક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.